ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 14મો દિવસ છે. ઈઝરાયલ ગાઝા પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. આ સમય દરમિયાન ઇઝરાયલે ગાઝામાં સૌથી જૂના ગ્રીક ઓર્થોડોક્સ સેન્ટ પોર્ફિરિયસ ચર્ચ પર હુમલો કર્યો છે. આમાં અત્યાર સુધીમાં લગભગ 8 લોકો ઘાયલ થયા છે.
કાટમાળ નીચે હજુ પણ ઘણા મૃતદેહો ફસાયેલા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. ગાઝાનું આ ચર્ચ લગભગ 900 વર્ષ જૂનું હતું. તે 1150ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. યુદ્ધ દરમિયાન ઘણા મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ આ ચર્ચની અંદર આશરો લીધો હતો.
Comments